Friday, August 31, 2012

દિવાનેખાસ જેવું કઈં નથી

કોઇ પણ આવી શકે ને આવી ને જઈ પણ શકે
જિંદગી છે આ દિવાનેખાસ જેવું કઈં નથી
ડૉ. મધુમતિ મહેતા

Friday, August 24, 2012

सब कुछ था बेवफाई न थी

वो हमसफ़र था मगर उसमे हमनवाई न थी
के धुप छाँव का आलम न रहा जुदाई न थी

अदावते थी तागाफूल था रंजिशे थी मगर
बिछड़नेवाले में सब कुछ था बेवफाई न थी

बिछड़ते वक्त उन आँखों में थी हमारी ग़ज़ल
ग़ज़ल भी वो के कभी किसीको जो सुनाई न थी

Tuesday, August 14, 2012

મંદિરના કોક ખુણે મસ્જીદ કરી શકું

ગઝલોની ગઝલો અંકિત કરી શકું
એ રીતે સૂર્યને લજ્જિત કરી શકું
તો જ થાશે દિલમાં હાશ જો
મંદિરના કોક ખુણે મસ્જીદ કરી શકું

- પૌલિન શાહ

Saturday, August 11, 2012

મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

Saturday, July 28, 2012

તું અંદર નથી

ચાલ માન્યું કે તું પથ્થર નથી,
તોય તું એટલો સધ્ધર નથી..
લોકો લૂંટી જાય છે મંદિર ને પણ,
અર્થ એનો એ જ કે તું અંદર નથી..

Wednesday, July 18, 2012

યે જહાં ઔર હૈ

તબદિલીયાં જહાં કી રસમો રિવાજ ક્યા હૈ
વે લોગ જાનતે હૈ, કલ ક્યા થા આજ ક્યા હૈ
(વો ભી એક દૌર થા, યે ભી એક દૌર હૈ
વો જહાં ઔર થા, યે જહાં ઔર હૈ...)

જીંદગી કે હૈ ચહેરે કઈ, ઔર ઈસપે હૈ પહેરે કઈ,
દેખીયે તો યહાં કુછ નહીં, સોચીયે કાબીલે ગૌર હૈ..
(વો ભી એક દૌર થા, યે ભી એક દૌર હૈ
વો જહાં ઔર થા, યે જહાં ઔર હૈ...)

જીંદગી કે નયે સાંઝ પર, ક્યું થીરકતે હૈ બાદલ,
લુંટ ગઈ હૈ કલી કી હંસી, છીન ગયા ફુલો કા બચપન,
ખામોશીમે બડા શોર હૈ...
(વો ભી એક દૌર થા, યે ભી એક દૌર હૈ
વો જહાં ઔર થા, યે જહાં ઔર હૈ...)

શાયરી શાયરી દિલ કી આવાજ હૈ મેરી,
(કીસકો સુનાયે કીસે બતાયે દુનિયા કી દાસ્તાન
હમસે ખફા હૈ, હમસે જુદા હૈ કલ થે જો મહેરબાન)
શાયરી શાયરી દિલ કી આવાજ હૈ મેરી,

આઓ દિલો કો ફિર સે મિલાયે કિરદાર નેક હો
દુરી ભુલાકે નફરત મિટા કે હમ ફીર સે એક હો


હમ ફીર સે એક હો
હમ ફીર સે એક હો
હમ ફીર સે એક હો

Thursday, July 5, 2012

દોઢ મિસરાન ગઝલો

તમારા નામ ની સાથે અમારું નામ જોડું છું
રિવાજો આમ તોડું છું

નથી સહેલું જરાયે પણ
ગઝલ જાણે કલાઈ હોય તારી એમ મોડું છું

તમારા રૂપની સાથે
હું મારા શેર મૂકીને વખાણું છું વખોડું છું

કર્યું ચાલું જે દિવસથી
દિવસ એ ને હજુ આજે હું બસ દોડું જ દોડું છું

કરી હું શું લઈશ? ના પૂછ
પ્રતિબિંબ રાખીને અકબંધ અરીસાઓ હું ફોડું છું

નજર એની કટારી છે
તો હું યે ભર સભા માં સલામી તીર છોડું છું

બરડ છે કેટલું હોવું
બધી આ શક્યતાઓ ને હું તોડું છું ને જોડું છું

દસે દરિયા મહીં મૃગજળ
અવિરત સ્થિર છે ને હું નિરંતર કેમ દોડું છું ?

આ તારી યાદને બિસ્તરમાં બાંધીને પછી એને
બિછાવું છું ને ઓઢું છું

© તોફાની ત્રિપુટી