આરતી ઊતારવાની એમને આદત હતી,
સૌને ઈશ્વર માનવાની એમને આદત હતી.
એમના માટે ચિત્તા પણ ઝૂલતી રાખો તમે,
હિંચકા પર બેસવાની એમને આદત હતી.
સ્વર્ગમાં જઈ ખૂબ ગાળાગાળી કરતા થઇ ગયા,
શ્રલોક કાયમ બોલવાની એમને આદત હતી.
જિંદગીનાં માર્ગ પર ચાલ્યા વગર હાંફી ગયા,
દોરડા પર દોડવાની એમને આદત હતી.
વૃક્ષ સૌ હડતાલ પર છે જેમની તરફેણમાં,
પાન લીલા તોડવાની એમને આદત હતી.
ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment