Tuesday, September 4, 2012

ઉંદરડા

દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

વિવેક કાણે ‘સહજ’

ફાટી ગઈ છે જાત, કબીરા.

ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના સાત, કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
મારે તેની લાત, કબીરા.

કાપડ છો ને કાણી પૈનું,
પાડો મોંઘી ભાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

Monday, September 3, 2012

जो हो मालूम गेहराई तो दरिया पार क्या करना

पनाहो में जो आया हो तो उस पर वार क्या करना
जो दिल हारा हुआ हो उस पे फिर अधिकार क्या करना
मोहब्बत का मज़ा तो डूबने की कश्मकश में है
जो हो मालूम गेहराई तो दरिया पार क्या करना

- कुमार विश्वास

Friday, August 31, 2012

દિવાનેખાસ જેવું કઈં નથી

કોઇ પણ આવી શકે ને આવી ને જઈ પણ શકે
જિંદગી છે આ દિવાનેખાસ જેવું કઈં નથી
ડૉ. મધુમતિ મહેતા

Friday, August 24, 2012

सब कुछ था बेवफाई न थी

वो हमसफ़र था मगर उसमे हमनवाई न थी
के धुप छाँव का आलम न रहा जुदाई न थी

अदावते थी तागाफूल था रंजिशे थी मगर
बिछड़नेवाले में सब कुछ था बेवफाई न थी

बिछड़ते वक्त उन आँखों में थी हमारी ग़ज़ल
ग़ज़ल भी वो के कभी किसीको जो सुनाई न थी

Tuesday, August 14, 2012

મંદિરના કોક ખુણે મસ્જીદ કરી શકું

ગઝલોની ગઝલો અંકિત કરી શકું
એ રીતે સૂર્યને લજ્જિત કરી શકું
તો જ થાશે દિલમાં હાશ જો
મંદિરના કોક ખુણે મસ્જીદ કરી શકું

- પૌલિન શાહ

Saturday, August 11, 2012

મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.