Wednesday, June 6, 2012

તું જ્યાંથી પતે છે હું ત્યાંથી શરુ છું

ક્રિએટીવ વિચારોમાં શબ્દો ભરું છું
અને તું કહે છે કવિતા કરું છું


આ જીવનનો શિડ્યુલ અજબ ખોરવાયો
મરું છું જીવું છું, જીવું છું મરું છું

મળે જો ફરી ક્યાંક ટૂંકા જીવનમાં
તને શું કહીશ એ હું ગોખ્યા કરુ છું

ઉડી સાત દરિયા પરી તું બની ગઈ
અને હું બરોડા થી મુંબઈ ફરું છું

કરેલા તેં જથ્થામાં નેતાની પેઠે
એ પ્રૉમિસનાં પૂલમાં હજીએ તરું છું

નથી કાર્ડ કૉલિંગ, અહીં ISD લાગે
એ બિલ સૌ હજી હપ્તે-હપ્તે ભરું છું

આ વાંચીને લાગે કે મૅટર પતી ગઈ
તું સાચવજે જાનુ ! હું ઘાયલ વરૂ છું

મૂકી દે ને સ્પર્ધા હવે મારી સાથે
તું જ્યાંથી પતે છે હું ત્યાંથી શરુ છું

સૌરભ પંડ્યા

No comments:

Post a Comment