Wednesday, January 25, 2012

"રાતનાં બાર વાગે"

ख्वाहिशोंका उछला समंदर, રાતનાં બાર વાગે
લાગણીઓ પણ કેવી બળવત્તર, રાતનાં બાર વાગે

हमारे पेहले मिलनकी वो घडी थी शायद
દુર થયું વર્ષોનું અંતર, રાતનાં બાર વાગે

सुरज सितारें चांद सब भुला बैठें हम
ને તુંય ક્યાં યાદ રહ્યો ઈશ્વર, રાતનાં બાર વાગે

सारी खुदाई पे जैसे अंधेरा सा छा गया
ને કશુંક બળતું રહ્યું અંદર, રાતનાં બાર વાગે

उसने कहाः फुरसद हो तो मिलने आईयेगा
ને હું તો દસેય પગે તત્પર, રાતનાં બાર વાગે

वक़्तके साथ कुछ रिश्तेंभी छुट गये हैं
ક્યાં જવાય છે હવે પેલીના ઘર, રાતનાં બાર વાગે

तुम्हें पढता हुं तो कहीं दिलको चैन आता है
ઇકબાલ, આદિલ ને મુનવ્વર, રાતનાં બાર વાગે

दोनों मिले तो मेहफिल उफान पर पहोंची
"તાહા" ને ઢાલગરવાડનું પાદર, રાતનાં બાર વાગે

Tuesday, January 24, 2012

"इंसान को इंसान बनाया जाए"

अब तो मज़हब कोई ऐसा भी चलाया जाए।
जिसमें इंसान को इंसान बनाया जाए।

जिसकी ख़ुशबू से महक जाय पड़ोसी का भी घर
फूल इस क़िस्म का हर सिम्त खिलाया जाए।

आग बहती है यहाँ गंगा में झेलम में भी
कोई बतलाए कहाँ जाके नहाया जाए।

प्यार का ख़ून हुआ क्यों ये समझने के लिए
हर अँधेरे को उजाले में बुलाया जाए।

मेरे दुख-दर्द का तुझ पर हो असर कुछ ऐसा
मैं रहूँ भूखा तो तुझसे भी न खाया जाए।

जिस्म दो होके भी दिल एक हों अपने ऐसे
मेरा आँसु तेरी पलकों से उठाया जाए।

गीत उन्मन है, ग़ज़ल चुप है, रूबाई है दुखी
ऐसे माहौल में ‘नीरज’ को बुलाया जाए।

Monday, January 23, 2012

"હાથી બાથી, પ્યાદું બ્યાદું, ખચ્ચર બચ્ચર"

સીધે સીધો વાર હવે તો ચક્કર બક્કર છોડ,
હાથી બાથી, પ્યાદું બ્યાદું, ખચ્ચર બચ્ચર છોડ,

જંગ જીતશું, હવે તો ખુદના નામે જીતશું બસ,
દુઆ બુઆ, દરગાહ બરગાહ, ઈશ્વર બિશ્વર છોડ,

કાન હશે તો સમજી જાશે, મૂંગું મૂંગું બોલ,
કીત્તા બીત્તા, કાગળ બાગળ, અખ્ખર બખ્ખર છોડ,

હોય જીગર તો આવી જા ને હાથ હાથ ની વાત,
તીરો બીરો, ભાલા બાલા, બખતર વખતર છોડ,

દુનિયા આખી હોય જો કરવી તારે ચરણે દોસ્ત!
માં ની ઉની ગોદ ને ઘરનું છપ્પર બપ્પર છોડ,

હવે તમારી તલવારો ને લોહી બોહી ની ભૂખ,
ગાંધી બાંધી, લાઠી બાઠી, બંદર વંદર છોડ,

સમય હવે છે આવી ઉભો દરવાજાની બા'ર,
એકલ એકે કૂદવાનું હો લશ્કર વશ્કર છોડ,

ઈશ્વરનાં હોવા અંગે જો શંકા ના કંઈ હોય,
તાવીજ બાવીજ, ધાગા બાગા, સત્તર વત્તર છોડ,

ચાલ હવે આ દુનિયા તારા દમ પર બદલી નાંખ,
ધરતી બરતી, પાતાળ બાતાળ, અંબર બંબર છોડ,

કામ જ તારાં મ્હોરી ઉઠશે શીશી બીશી ફેંક,
ફોરમ બોરમ, પૂમડાં બૂમડાં, અત્તર બત્તર છોડ,

મગજ બનાવી પાટી તું સૌ એની ઉપ્પર ઘૂંટ,
બસ્તા વસ્તા, ઝોલા વોલા, દફ્તર વફ્તર છોડ,

હવે જમાનો વેપારીનો, એને ખોળે કૂદ,
લેખક વેખક, આશિક વાશિક, શાયર વાયર છોડ,

© તોફાની ત્રિપુટી

Sunday, January 22, 2012

"વરઘોડા"

જબ આપ બારાતકો દેખેં
તો કહિયે નીકલા હૈ વરઘોડા
ઊર્દુ ગઝલોમેં આયે
ગુજરાતી ભી થોડા થોડા

Wednesday, January 18, 2012

"उसने कमाल कर दिया"

हमनें कहाः अगर भुल जाओ हमें तो कमाल हो जायें,
हमनें तो फक़्त बात की, उसने कमाल कर दिया.

Wednesday, January 4, 2012

"એ યાદ આવ્યું અત્યારે"

કેવળ સરિતા સાંભળે એવું સાગર શું પોકારે ? "
ઢળતી સાંજે , સાગર કાંઠે. પૂછ્યું'તું તે જ્યારે,
એ યાદ આવ્યું અત્યારે...

"સ્મરણ"

સ્મરણ જો હોય પોળ કે ગલી,
મઢાવી એને ભીંત પર ટાંગું,
હોય જો નદી સહિતનું ગામ,
કહો જી એને કેમ હું બાંધું ?

Monday, January 2, 2012

"બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે"

રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.

બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં
……. ને ઉપર લગાવે છે સેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.

રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં
……. ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ
……. તમે લઈ આવો મારુતિકાર
રે’વાને ફલેટ મારે જોશે ઓ શ્યામ
……. મને ફાવે નહીં તારો આ ટેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.

વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં
……. તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને
……. તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ
……. શ્યામની કરે છે કોમેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.