Friday, December 16, 2011

"છાનામાના તરે છે"

કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે,
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.

Tuesday, October 25, 2011

"કેવી ઇબાદત થઈ ગઈ"

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

"સાચી છે, સારી નથી"

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

"અમૃત મળે તો શું કરું"

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

"મધદરિયે નાવ મળે છે"

પઘડી ફેંકી રાવ મળે છે,
આ કેવો સરપાવ મળે છે.

કાંઠે તરણાંના યે ફાંફાં,
ને મધદરિયે નાવ મળે છે.

રણમાં ઊટો પર બેસાડી,
ધગધગ તડકો સાવ મળે છે.

હું ભૂલું છું તમને તો પણ,
કેવા તાજા ઘાવ મળે છે.

આ અલગારી લોકો વચ્ચે,
સંતો જેવા ભાવ મળે છે.

"રેતીના મિનારા નીકળ્યા"

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા.

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા.

કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા.

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા.

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં.

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત ! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં.

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા.

Tuesday, October 11, 2011

"કોઇ દાણો નથી હોતો"

અગર જો ભગવાન પર ભરોસો કરવાનું શીખવુ હોય, તો પંખીઓ પાસે થી શીખો.....કેમ કે, જ્યારે તે સાંજે ઘરે પાછુ જાય છે ત્યારે તેની ચાંચ માં કાલ માટે કોઇ દાણો નથી હોતો...!!

Tuesday, September 27, 2011

"hum sath dene chale aate hai..."

Humne aansu se puchha,
kyu mera majak udate ho,
sabke samne hi chale aate ho?
Aansu bole,
Mahefil me bhi aapko tanha pate hai,
to hum sath dene chale aate hai..

Thursday, September 22, 2011

"પોસ્ટ કરૂણાં, મુકામ મમતા"

એક દિકરીએ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે,

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઈ હદયથી રોયા,
હું ધલવલતી કે દિકરો ના બની શકી એ ડામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

તુ’ય કોકની દિકરી યાદ છે,તું’ય કોકની થાપણ !
વાંક શું મારો ?કા આપ્યું આ જનમ ની પેલા ખાપણ,
તું દિકરા માટે ઝંખે,પણ કલંક માં ના નામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

ભૃણની હત્યા નથી માત્ર આ,છે મમતાનું મોત,
તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત્‌
ઓળખી જાજે આવીશ જલદી ડૉક્ટર થઈને,સામે
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,
હવે તો દિકરો તારો, વૃધ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

દિકરીને કોઈ જનમ ન દેશે દિકરા કેમ પરણશે ?
બંધ કરો આ પાપ,માફ તો ઈશ્વર પણ ના કરશે ,
‘સાંઈ’ દિકરીનો કાગળ લઈ,ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરૂણાં,મુકામ મમતા ગામે…

Sunday, September 18, 2011

"યાદી ભરી ત્યાં આપની"

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

"મળી માતૃભાષા મને ગુજરાતી"

સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

Monday, September 12, 2011

"સાથે તું નથી.."

આજ છે વરસાદ, સાથે તું નથી, એ ય કરતો યાદ, સાથે તું નથી.
એ જ છે મોસમ ને મારગ એ જ છે, એટલી ફરિયાદ, સાથે તું નથી.
વાદ ના, વિવાદ ના , વિખવાદ પણ, શું કરું સંવાદ, સાથે તું નથી.
છે બધુંએ એજ ,તોયે થાય, કંઈ થઇ ગયું છે બાદ, સાથે તું નથી..

"મારી ભાષા ગુજરાતી છે.."

માતા છે ગુજરાતની ધરતી, માતૃભાષા ગુજરાતી છે.
ગુર્જર ગૌરવ પિતા અમારું , ને વજ્જરની છાતી છે.
આજ કરો સહુ એક પ્રતિજ્ઞા , માનું ના થાયે અપમાન,
ગૌરવથી કહો સહુ સંગાથે, " મારી ભાષા ગુજરાતી છે.."

"किताबें झाँकती है बंद अलमारी के शीशों से"

किताबें झाँकती है बंद अलमारी के शीशों से
बड़ी हसरत से तकती है
महीनों अब मुलाक़ातें नही होती
जो शामें उनकी सोहबत में कटा करती थी
अब अक्सर गुज़र जाती है कम्प्यूटर के परदे पर
बड़ी बैचेन रहती है किताबें
उन्हें अब नींद में चलने की आदत हो गई है

जो ग़ज़लें वो सुनाती थी कि जिनके शल कभी गिरते नही थे
जो रिश्तें वो सुनाती थी वो सारे उधड़े-उधड़े है
कोई सफ़्हा पलटता हूँ तो इक सिसकी निकलती है
कई लफ़्ज़ों के मानी गिर पड़े है
बिना पत्तों के सूखे टूँड लगते है वो सब अल्फ़ाज़
जिन पर अब कोई मानी उगते नही है

जबाँ पर ज़ायका आता था सफ़्हे पलटने का
अब उँगली क्लिक करने से बस एक झपकी गुज़रती है
बहोत कुछ तह-ब-तह खुलता चला जाता है परदे पर
क़िताबों से जो ज़ाती राब्ता था वो कट-सा गया है

कभी सीनें पर रखकर लेट जाते थे
कभी गोदी में लेते थे
कभी घुटनों को अपने रहल की सूरत बनाकर
नीम सज़दे में पढ़ा करते थे
छूते थे जंबीं से

वो सारा इल्म तो मिलता रहेगा आइन्दा भी
मगर वो जो उन क़िताबों में मिला करते थे
सूखे फूल और महके हुए रूक्के
क़िताबें माँगने, गिरने, उठाने के बहाने जो रिश्ते बनते थे
अब उनका क्या होगा...!!

"ઈચ્છનીય ન પણ હોઈ શકે"

જે ઈચ્છીત હોઈ એ ઈચ્છનીય ન પણ હોઈ શકે....!!!

Saturday, September 10, 2011

"એક પથ્થર રીસાણો છે"

ખરી રહ્યા છે એક-એક કરી કાંગરા સંબધ-ગઢના;
પાયામાં તપાસ કર, એક પથ્થર રીસાણો છે.

Friday, September 9, 2011

"અફવા ઉડાડીએ"

નહીતો ધરા ના લોક એને માનશે નહિ,
ઈશ્વર વિષે થોડી હવે અફવા ઉડાડીએ....

"મારી પાંખો કરતાં એ નાનું છે"

ચણ મેળવવાની લાંબી સફર પછી ચકલી પાછી માળામાં આવી.
એના નાનાં બચ્ચાંએ પૂછ્યું,
"મા, આકાશ કેટલું મોટું છે?"
પોતાની પાંખોમાં બચ્ચાંને સમાવી ચકલીએ કહ્યું,
"સૂઇ જા મારા બાળ, મારી પાંખો કરતાં એ નાનું છે!!!"

Thursday, September 8, 2011

"दुआएं आपके सिर से हो जाती हैं"

उम्र ऋतुओं सी आती जाती है खुशी देहरी पर मुस्कुराती है
सपनों का खुलते ही दरवाज़ा आँख खुद ही जाग जाती है
जन्मदिन तो रोज़ ही होता है तारीख बस रस्म निभाती है
हौसले आपके हर वक्त पूरे हों दुआएं आपके सिर से हो जाती हैं..

"मेरे नसीब मैं क्या है"

मंजिल न दे चराग न दे होसला तो दे,
तिनकेका ही सही तू मगर आसरा तो दे.

मैंने ये कब कहा के मेरे हक मे हो जवाब,
लेकिन खामोश क्यों हे तूं कोई फैसला तो दे.

बरसों में तेरे नाम पर खाता रहा फरेब,
मेरे खुदा कहाँ है तूं अपना पता तो दे.

बेशक मेरे नसीब पर रख अपना इख्तियार,
लेकिन मेरे नसीब मैं क्या है बता तो दे.

"बहिर से भी अंदर की तर्ह हो"

दो चार नहीं मुजको फकत एक ही दिखा दो,
वो सक्श जो बहिर से भी अंदर की तर्ह हो.